આતંકી પન્નુની ફ્લાઈટને ઉડાવી દેવા ધમકી

Wednesday 23rd October 2024 05:14 EDT
 
 

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવાર હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ જનતાને 1 નવેમ્બરથી 19 નવેમ્બર વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ઉડાન ન ભરવા ધમકી આપી છે. ખાસ વાત એ છે કે આ ખતરો એવા સમયે આવ્યો છે જ્યારે એવિએશન સતત બોમ્બની અફવાઓનો સામનો કરી રહ્યું છે.
રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. ગયા વર્ષે પણ પન્નુએ આ જ પ્રકારે ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી આપી હતી.


comments powered by Disqus