કચ્છમાં એક અઠવાડિયામાં ભૂકંપના બે આંચકા

Wednesday 23rd October 2024 05:14 EDT
 
 

ભુજઃ કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. ત્યારે કચ્છમાં એક જ અઠવાડિયામાં બુધવારે 4ની અને રવિવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. રવિવારે સાંજે 5:45 મિનિટે ભચાઉથી નોર્થ વેસ્ટ 22 કિ.મી. દૂર 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ચાલુ ઓક્ટોબરમાં ભૂકંપના 3 આંચકા આવી ચૂક્યા છે, જેમાં 8 ઓક્ટોબરે, 17 ઓક્ટોબરે અને રવિવારના આંચકા સામેલ છે.


comments powered by Disqus