દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે ઠાકોરજીને વિશેષ વાઘા ધારણ કરાવાયાં હતાં. પૂનમના ચંદ્રમાના અજવાળે રાસોત્સવમાં પૂજારી પરિવાર સહિત વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો મનમૂકીને ઝૂમ્યા હતા. વિક્રમસંવત 2080ની અંતિમ પૂર્ણિમાએ દ્વારકામાં ભક્તોએ ગોમતીસ્નાન બાદ ઠાકોરજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

