નવી દિલ્હી: લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર, સેના અને સ્થાનિક પ્રશાસન સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલા ફેરફારમાં રાજ્યમાંથી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટને દૂર કરાશે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાતનો સંકેત આપ્યો હતો. બીજું જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. તેની રણનીતિ ઘડવામાં આવી છે. ત્રીજું 30 સપ્ટેમ્બર પહેલાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, મોટાભાગનું ધ્યાન AFSPA હટાવવા પર છે. આ માટે સેના પોલીસને આતંકવાદ વિરુદ્ધ કામ માટે તૈયાર કરી રહી છે.

