નવી દિલ્હીઃ ઉચ્ચ શિક્ષણની સંસ્થાનું વિશ્લેષણ કરી તેને રેન્ક આપતી લંડન સ્થિત કંપની સાયમેન્ડસ-ક્યુએસ દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં આ વર્ષે જી-20 દેશોમાં ભારતીય યુનિવર્સિટીઓના દેખાવમાં સરેરાશ 14 ટકાનો સુધારો જોવા મળ્યો છે. તેમાં જવાહરલાલ નહેરુ યુનિ.ને ભારતમાં સર્વોચ્ચ ક્રમની અને દુનિયામાં સ્ટડીઝમાં વીસમા ક્રમની યુનિવર્સિટી ગણાવવામાં આવી હતી.
આ મહિનાની શરૂઆતમાં વિશ્વનીની ટોચની 25 સંસ્થામાં અમદાવાદની આઇઆઇએમને 24મો ક્રમ આપવામાં આવ્યો હતો.

