રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર્વે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મંદિરોમાં મહાઆરતી અને રોશની કરાયા હતા. અમદાવાદના એસજી હાઈવે પર એસજીવીપી ગુરુકુળ સંકુલમાં સંતો તેમજ વિદ્યાર્થીઓએ 10 હજાર દીવડાં પ્રગટાવીને ઉજવણી કરી હતી. બાલકૃષ્ણ સ્વામી અને કુંજવિહારી સ્વામીના સાંનિધ્યમાં થયેલા આયોજનમાં ઋષિકુમારોએ હાથમાં દીવા પકડી ‘જય શ્રીરામ’ અંકિત કર્યું ત્યારે આકાશ આતશબાજીથી ઝળીહળી ઉઠ્યું હતું.

