ગુજરાત સરકારની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા

Wednesday 24th January 2024 05:09 EST
 
 

ગાંધીનગરઃ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. આ મંદિરને નિહાળવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને તેમની સંપૂર્ણ કેબિનેટ અયોધ્યા જાય તેવી સંભાવના છે. ચર્ચાઇ રહ્યું છે કે મુખ્યમંત્રી તેમની કેબિનેટની બેઠક અયોધ્યામાં કરી શકે છે.
રાજ્યમાં ફેબ્રુઆરીના પ્રારંભે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. બીજી ફેબ્રુઆરીએ રાજ્યનું 2024-25ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ સત્રના દિવસો ટૂંકાવી 24 કરી દેવામાં આવ્યા છે. એટલે કે સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. દરમિયાન 22 કે 24 ફેબ્રુઆરીએ અયોધ્યામાં કેબિનેટ રાખવાની ચર્ચા ચાલી રહી છે.
મંદિરના ઉદ્દઘાટન પછી ગુજરાતમાંથી ભાજપના ટોચના નેતાઓ, પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો અને પ્રમુખ કાર્યકરો અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લેવાના છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ અયોધ્યા જવાના છે. જોકે તેઓ મુખ્યમંત્રી સાથે જાય તેવી સંભાવના છે.


comments powered by Disqus