ડભોઇની મહાલક્ષ્મી કો.ઓપ. બેન્કનું લાઇસન્સ રદ

Wednesday 24th January 2024 05:44 EST
 
 

વડોદરા: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડભોઈમાં હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કનું બેન્કિંગ બિઝનેસ માટેનું લાયસન્સ કેન્સલ કર્યું છે. નોંધનીય છે કે બેન્ક પાસે માર્ચ 2024 સુધી જ બેન્કિંગ કામગીરી માટે લાયસન્સ હતું. અગાઉ 3 માર્ચ 2023 થી 6 માસ માટે બેન્ક ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. બેન્કિંગ લાયસન્સ કેન્સલ થઇ જતાં હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ ભંડોળમાંથી તાત્કાલિક ધોરણે બેન્કના થાપણદારો તથા બચતકારોને વહેલામાં વહેલી તકે તેમની રકમ પરત આપે તેવી  માંગ ઉઠી છે.


comments powered by Disqus