બિલ્કીસ કેસના દોષિતો સજામાફી રદ થયા બાદ ગોધરા જેલભેગા થયા

Wednesday 24th January 2024 05:09 EST
 
 

ગોધરા: ગોધરા બિલ્કીસ બાનું કેસના તમામ દોષિતોને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સજા-માફી સુપ્રીમ કોર્ટે રદ કરીને તમામને 21 જાન્યુઆરીએ ગોધરા સબજેલમાં હાજર થવા આદેશ કરાયો હતો. આ તમામ દોષિતો રવિવારે મોડી રાત્રે 11:30 કલાક બાદ જેલ પરિસર ખાતે હાજર થયા હતા.
ગોધરામાં સાબરમતી ટ્રેન હત્યાકાંડ બાદ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જે સમયે દાહોદ જિલ્લાના રણધિકપુર ગામે બિલ્કીસ બાનું સાથે ગેંગરેપ ઘટના બની હતી. કેસના 11 આરોપીને જન્મટીપ કરાઇ હતી.
આરોપીઓએ સજાના થોડાક વર્ષ જેલમાં વીતાવ્યા બાદ સરકારે આરોપીઓને સજામાફી આપતાં 15 ઓગસ્ટ 2022ના રોજ જેલમાંથી છોડી મૂકાયા હતા. બાદમાં બિલ્કીસ બાનુએ સજામાફી રદ્દ કરવા કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોની સજામાફી રદ્દ કરીને ગોધરા સબજેલમાં હાજર થવા આદેશ કર્યો હતો.


comments powered by Disqus