અંકલેશ્વર: ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસના મરહુમ સાંસદ અહેમદ પટેલના બે સંતાનોમાં ટિકિટને લઈ કજિયો ચાલી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ફૈઝલ પટેલના નામથી ‘હું તો લડીશ’નું મોટુ બેનર લાગતાં રાજકીય માહોલ ગરમાયો છે. ફૈઝલ પટેલનું પોસ્ટર સામે આવ્યું તેના ગણતરીની મિનિટોમાં તેમના બહેન મુમતાઝ પટેલનો ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સાથે બેઠકનો ફોટો સામે આવ્યો હતો.
એક જ દિવસમાં ભાઈ અને બહેનની અલગ અલગ ગતિવિધિઓથી આગામી દિવસોમાં કઈ નવાજૂની થવાના એંધાણ છે. મુમતાજે જણાવ્યું કે આદિવાસી સમાજના મોટા નેતા છોટુભાઈ વસાવાએ મને સમર્થન આપવાની વાત કહી છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

