રઘુપતિ રાઘવ રાજા રામ...

Wednesday 24th January 2024 05:44 EST
 
 

રામનગરી અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા તથા વડાપ્રધાનના સંબોધન પછી ત્યાં પધારેલા સંત-મહાત્માઓ અને અતિથિઓ શ્રીરામલલ્લાની એક ઝલક મેળવવા માટે આતુર થયા હતા. વિવિધ ક્ષેત્રોની હસ્તીઓનો દર્શનનો સિલસિલો મોડી સાંજ સુધી ચાલ્યો હતો. દરમિયાન, ગર્ભગૃહની બહાર રામધૂન અને શ્રીરામના જયકારથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. સાથે જ સમગ્ર દેશ ટીવીના માધ્યમથી ઈષ્ટદેવ સાથે સંલગ્ન રહ્યો હતો. પ્રભુના સ્વાગતમાં 70 દિવસ પછી સમગ્ર દેશમાં ફરીથી દિવાળી ઊજવાઈ હતી. ગામેગામ, શહેરોમાં મંત્રજાપ, પૂજન અને ભંડારાની સાથેસાથે આતશબાજી પણ કરાઈ અને ઘેરઘેર દીપ પ્રગટાવાયા હતા.


comments powered by Disqus