સદીઓથી રામમંદિરનો સળગતો પ્રશ્ન ઉકેલાતાં અને નજરોનજર શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો સાક્ષાત્કાર કરતાં હાજર સાધુ-સંતો ભાવવિભોર થયા હતા. ભગવાન શ્રીરામ અયોધ્યામાં પધારતાં ગદગદિત થયેલા જગદગુરુ રામભદ્રાચાર્યની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી, મોરારિબાપુ અપલક રામમંદિર નિહાળતા હતા, તો બાબા રામદેવ રામનામનો જાપ કરતા નજરે પડ્યા હતા.

