કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક પૈડાવાળી સાઇકલથી યાત્રા

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

વ્યસનમુક્તિના સંદેશ સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક પૈડાવાળી સાઇકલ સાથે નીકળેલો યુવાન ઝઘડિયા આવી પહોંચતાં રાયસિંગપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિરે તેનું સ્વાગત કરાયું હતું. કેરળના કન્નુરના સાઇકલિસ્ટ સાનીદ ડીબીઝેડ તથા તેના સાથીદાર હાશ્મી કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાઇકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપી રાયસિંગપુરાસ્થિત બાલાજી હનુમાન મંદિરે પહોંચ્યા હતા. સાનીદે તેની અનોખી સાઇકલ યાત્રા દ્વારા અંગે જણાવ્યું કે, તે 7 હજાર કિલોમીટર ફરી યુવાનોમાં વ્યસનમુક્તિનો સંદેશ આપશે.


comments powered by Disqus