કિંજલે યુક્રેનમાં બોમ્બમારા વચ્ચે MBBSનાં 3 વર્ષ પૂરાં કર્યાં

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

સુરતઃ રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ડગ્યા વિના જ સુરતની વિદ્યાર્થિની કિંજલ ચૌહાણે ગુજરાત સરકારથી રૂ. 15 લાખની એજ્યુકેશન લોન મેળવી યુક્રેનમાં MBBSનાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં હતાં, તો હવે ચોથા વર્ષથી ઉઝબેકિસ્તાનમાં અભ્યાસ કરશે. કિંજલ ચૌહાણે કહ્યું કે, વર્ષ2021માં ધો.12 પાસ કર્યા બાદ યુક્રેનની વિનિત્સા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. કિંજલે આ અંગે જણાવ્યું કે, યુક્રેનમાં એન્ટર થતા પહેલાં હંગ્રી બોર્ડર પર બરફમાં 72 કલાક ભૂખ્યા રહી વિતાવ્યા હતા. અભ્યાસ સમયે કોલેજ-હોસ્ટેલ નજીક બોમ્બ વિસ્ફોટ પણ સંભળાતા હતા. સાઇરન વાગતાં બંકરમાં છુપાઈ જતાં હતાં. કપરી સ્થિતિ વચ્ચે અભ્યાસનાં 3 વર્ષ પૂરાં કર્યાં. 


comments powered by Disqus