કેશોદના મૂળિયાસા ગામે કેડસમાં પાણીમાં જનાજો કાઢવો પડ્યો

Wednesday 24th July 2024 07:12 EDT
 
 

જૂનાગઢઃ કેશોદ તાલુકાનું મૂળિયાસા ગામ સતત ત્રણ દિવસ બેટમાં ફેરવાતાં ગ્રામજનો પરેશાનીમાં મુકાયા હતા. ખોરાસા ડેમથી પાણી છોડાતાં મૂળિયાસા ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. આવા સમયે જ ગામમાં એક મુસ્લિમ વૃદ્ધનું મોત થતાં પરિવાર માટે તેમની અંતિમવિધિ પડકાર બની હતી. આવા સમયે પરિવાર અને ગ્રામજનોએ સાથે મળી કેડસમાં પાણીમાં જ જનાજો કાઢ્યો હતો અને મહામુસીબતે કબ્રસ્તાન સુધી પહોંચી દફનવિધિ કરી હતી.


comments powered by Disqus