ગળપાદર જેલમાં 6 કેદી નશામાં, 4 મોબાઇલ સાથે ઝડપાયા

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

ભુજઃ પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને રૂપિયાના જોરે તમામ સુવિધા આપવામાં આવતી હોવાની હકીકતના આધારે કચ્છ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને 10 કેદીને જલસા કરતાં ઝડપી પાડ્યા હતા, જેમાં 6 કેદી દારૂ પીધેલી હાલતમાં હતા. જેલની બેરેકમાં તપાસ કરતાં અન્ય 4 કેદી મોબાઇલ સાથે મળી આવ્યા હતા, તો જેલની હાઇ સિક્યોરિટી બેરેકની છત પરથી રૂ. 50 હજાર રોકડ સહિત કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રેન્જ આઇજીની સૂચનાથી પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષકના નેજા હેઠળ આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
નીતા ચૌધરીને પણ ગળપાદરમાં ધકેલાઈ
પીએસઆઇ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરનારાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ બાદ તેને અને તેના સાથી યુવરાજને પણ ગળપાદર જેલમાં ધકેલી દેવાયાં હતાં. આ સરપ્રાઇઝ ચેકિંગમાં નીતા ચૌધરીના બુટલેગર સાગરીત યુવરાજ જાડેજા સહિત અન્ય 3 કેદી પાસેથી મોબાઇલ જપ્ત કરાયા છે. આ તમામની સામે પ્રિઝનર એક્ટની કલમ 42, 43, 45 મુજબ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. તો દારૂ પીધેલી સ્થિતિમાં મળેલા 6 કેદીઓ સામે પણ ગુનો નોંધી પગલાં ભરવામાં આવશે.


comments powered by Disqus