ગિફ્ટ સિટી એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે લાઈન

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

અમદાવાદઃ રવિવારે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે ગિફ્ટસિટીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ અંગે જણાવ્યું કે, ઇન્ડિયા INXમાં લિસ્ટિંગ કરાવવા માટે અનેક ભારતીય કંપનીઓ આતુર છે. બજેટમાં તેના માટે મંજૂરી મળી છે અને ઓથોરિટી લિસ્ટિંગના ધોરણો (IPO માટેના) બની રહ્યાં છે. એકવાર નિયમો તૈયાર થઈ જશે તો પછી લિસ્ટિંગ પણ થવા લાગશે. ઈન્ડિયા INXે શરૂ થવાના એક વર્ષમાં જ નિફ્ટીનું જે ટ્રેડિંગ સિંગાપોરમાં થતું હતું તે અહીં થવા લાગ્યું છે.


comments powered by Disqus