ગાંધીનગરઃ મહારાષ્ટ્રના તાલીમી આઈએએસ અધિકારી પૂજા ખેડેકરના વિવાદના પગલે ગુજરાતમાં સરકારની સૂચનાથી વિભાગે વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે, જેમાં વિકલાંગતાના આધારે શંકાસ્પદ પ્રવેશ લેનારા 4 આઇએએસ અધિકારી સામે ગંભીરતાથી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, એક અધિકારી મુખ્ય જગ્યાએ અને ત્રણ અધિકારી જુનિયર રેન્કમાં ફરજ બજાવી રહ્યાં છે. સરકારનો આંતરિક મામલો હોવાથી તેમના નામ જાહેર કરી શકાય તેમ નથી. મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના પછી આવા કેસની તપાસ શરૂ કરાઈ છે. આ ચાર પૈકી એકેે વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, પરંતુ તેને શારીરિક કાર્યમાં કોઈ સમસ્યા નથી.

