ગુરુપૂર્ણિમાએ મુખ્યમંત્રીએ બગદાણામાં દર્શન કરી વેબસાઇટ લોન્ચ કરી

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભાવિકોએ ‘બાપા સીતારામ’નાં નાદ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ બજરંગદાસ બાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાળકીઓ સાથે પૂજા-અર્ચના કરી હતી અને બાદમાં બજરંગદાસ બાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ધ્યાનમંદિર અને મુખ્ય શિખરબદ્ધ મંદિરનાં દર્શન કર્યાં હતાં. આ સાથે ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરીને આશ્રમની વેબસાઇટ www.bapasitaramtemple.orgનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.


comments powered by Disqus