ચાલુ સ્કૂલે ક્લાસ રૂમની દીવાલ પડતાં 5 વિદ્યાર્થી ઘવાયા

Wednesday 24th July 2024 07:16 EDT
 
 

વડોદરાઃ શનિવારે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ ક્લાસરૂમની દીવાલ એકાએક ધરાશાયી થતાં 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને અન્ય વાલીઓએ પણ રોષ દાખવ્યો હતો. ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હતી અને બિલ્ડિંગ સુરક્ષિત ન બને ત્યાં સુધી સીલ મારવા નિર્ણય લીધો છે.


comments powered by Disqus