લખનઉઃ 2 જુલાઈએ ઉત્તર પ્રદેશના હાથરસમાં ધક્કામુક્કીમાં 121 લોકો માર્યા ગયા હતા, આ ઘટના સૂરજ પાલ ઉર્ફે ભોલેબાબાના સત્સંગમાં બની હતી. ઘટના બાદ પ્રથમ વખત તેણે જાહેર આવી નિવેદન આપ્યું કે, થવાનું છે તેને કોણ ટાળી શકે, જે આવ્યું છે તેણે જવાનું જ છે. આ નિવેદનથી તે ફરી વિવાદમાં આવી ગયા છે.

