નખત્રાણામાં ધોધમાર વરસાદના પગલે પાલરધુના ધોધ સક્રિય થયો હતો. ત્યારે આ ધોધની મજા માણવા જતાં બે યુવક ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. 2 કલાક સુધી ગળાડૂબ પાણીમાં બાવળના સહારે આ બે યુવક લટકી રહ્યા હતા અને જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. અંતે સ્થાનિકો તેમજ પોલીસ દોડી આવી હતી અને બંને યુવકને દોરડાની મદદથી રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પથ્થરો હોવાના લીધે પાણીનું વહેણ ખૂબ જ પૂરજોશથી આવતું હોય છે.

