નવસારીમાં પાણીપુરવઠા બોર્ડના 7 અધિકારીઓનું રૂ. 9 કરોડનું કૌભાંડ

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

સુરતઃ નવસારી જિલ્લામાં પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પૂર્વ કાર્યપાલક ઇજનેર સહિત 7 અધિકારીએ માત્ર કાગળ પર 90 જેટલા પ્રોજેક્ટ બન્યા હોવાનું દર્શાવી સરકારને રૂ. 9 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવતાં સનસનાટી મચી હતી. સુરત સીઆઇડી ક્રાઇમે આ ચકચારી પ્રકરણમાં ગતવર્ષે જ નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર દલપત પટેલ તથા તેના 4 સહયોગી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલા આરોપીઓને 9 દિવસના રિમાન્ડ પર સોંપાયા હતા. કૌભાંડ બહાર આવતાં વિજિલન્સ ઇન્કવાયરી થઈ હતી, જેમાં અધિકારીઓ કસૂરવાર જણાયા હતા.


comments powered by Disqus