અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ નીટ-યુજીના પરિણામો જાહેર કર્યાં છે. આ પરિણામો દર્શાવે છે કે, પેપરલીકનો પટણા કે ગોધરા જ નહીં પણ આખા દેશમાં પહોંચ્યો છે. ગુજરાતનાં રાજકોટ અને અમદાવાદનાં કેન્દ્રો પર વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક્સ મળતાં ચર્ચા જાગી છે.
નીટની ટકાવારી મુજબ 700થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં અમદાવાદ પ્રથમ નંબરે છે. અમદાવાદની ડીપીએસ સ્કૂલ કે જ્યાં 676 પૈકી 12 અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 754 પૈકી 8 વિદ્યાર્થીએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કે રાજકોટની સરખામણીએ આ બંને કેન્દ્રોનાં પરિણામ ખૂબ ઊંચાં છે. રાજકોટની આર.કે. યુનિવર્સિટીના 70 ટકાથી વધુ એટલે કે 1,968 વિદ્યાર્થીઓ પૈકી 1,383 ઉમેદવારે નીટ-યુજી ઉમેદવારે મેડિકલ કોલેજ સીટ માટે ક્વોલિફાઇ કર્યું છે.

