પાવાગઢમાં ગુરુપૂર્ણિમા પર 3 લાખ ભક્તો ઊમટ્યા

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમા તેમજ રવિવાર લઈને 3 લાખ માઇભક્તો દર્શનાર્થે પહોંચતાં લાંબી કતારો અને ભીડનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોમાસાની સિઝનમાં પાવાગઢ ખાતે નયનરમ્ય દૃશ્યો સર્જાતાં હોય છે, જેને માણવા ગુજરાત તેમજ અન્ય રાજ્યથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે. ગુરુપૂર્ણિમાને લઈ પાવાગઢ આવતા દર્શનાર્થીઓને તકલીફનો સામનો ન કરવો પડે તે માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે 4 વાગ્યાથી જ કપાટ ખોલવામાં આવ્યા હતા, જે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રખાયા હતા. પાવાગઢ ખાતે ભક્તોના ધસારાને ધ્યાને લઈને પાવાગઢ પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


comments powered by Disqus