પોરબંદરના દરિયામાં દર્દીનું રેસ્ક્યૂ કરી એરલિફ્ટ કરાયો

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

પોરબંદર: પોરબંદર નજીક દરિયામાં પ્રતિકૂળ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા એક જહાજના બીમાર ક્રૂ મેમ્બરને એર લિફ્ટ કરી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. કોસ્ટગાર્ડ અધિકારીએ જણાવ્યું હતું કે, હજીરાથી કચ્છ જતું એમટી ઝીલ જહાજ પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઇમર્જન્સી થઈ હતી. ક્રૂ મેમ્બર બેભાન થઈ ગયો હતો અને તેના નાડીના ધબકારા પણ ઓછા થઈ ગયા હતા. આથી જહાજ દ્વારા પોરબંદર મેરિટાઇમ રેસ્ક્યૂ સબ સેન્ટરની મદદ મગાઈ હતી. જો કે ભારે પવન અને વરસાદની સ્થિતિમાં અને વિઝિબિલિટી 100 મીટરથી ઓછી થતાં તેને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હતો. આથી કોસ્ટગાર્ડના એરક્રાફટથી એર લિફ્ટ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ જવાયો હતો.


comments powered by Disqus