નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ફરી ચુંટાવા બદલ અભિનંદન આપતો કોલ કર્યો હતો. બંને નેતા વેપાર અને આર્થિક સહયોગ સહિતના ક્ષેત્રે સંબંધો વધારવા સંમત થયા હતા. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, “બંને નેતાએ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઇએ લઈ જવાની કટિબદ્ધતા દર્શાવી હતી. મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન વિવિધ ક્ષેત્રે પરસ્પર લાભદાયી સહયોગ માટે સંમત છે. તેમણે વેપાર અને આર્થિક બાબતો, પશુપાલન, ફાર્મા, શિક્ષણ, અંતરિક્ષ અને અન્ય ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો."

