મહેસાણા અર્બન બેન્કને RBIનો રૂ. 5.93 કરોડનો દંડ

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

અમદાવાદઃ મહેસાણા અર્બન કો. ઓપરેટિવ બેન્કને ડિરેક્ટરના ટ્રસ્ટને જ ડોનેશન આપવાની ગેરરીતિ બદલ રૂ.  5.93 કરોડનો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દંડ કર્યો મહેસાણા અર્બન કો. ઓપરેટિવ બેન્કે જેમને ડોનેશન આપ્યું છે તે ટ્રસ્ટમાં બેન્કના ડિરેક્ટર્સનાં સગાં જ હોદ્દેદાર હોવાનું જણાયું છે. તદ્ઉપરાંત ડિરેક્ટર્સ અને તેનાં સગાંઓને લોન ન આપવાને લગતા નિયમોનો પણ ભંગ કર્યો છે. ડિરેક્ટર્સનું હિત તેમાં સંકળાયેલું હોવાથી નિયમ ભંગ થયેલો ગણાય છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમની જોગવાઈ હેઠળ મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કને દંડ કરાયો છે.


comments powered by Disqus