માઈક્રોસોફ્ટ સર્વર ખોરવાતાં 20 ફ્લાઇટ કેન્સલ, 40ના શિડ્યુલ ખોરવાયા

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

અમદાવાદઃ દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ કંપનીના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતાં વિવિધ સેક્ટરોના કામકાજ અટકી પડ્યાં હતાં. સૌથી વધુ અસર બેન્કિંગ ક્ષેત્રે અને હવાઈમાર્ગો પર પડી હતી. સર્વર ડાઉન થતાં અમદાવાદ આવતી-જતી કુલ 20 ફ્લાઇટ રદ થઈ હતી અને 40 ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા હતા. જેમાં સૌથી વધુ ફ્લાઇટ ઇન્ડિગોની હતી. આ સમસ્યાને પગલે પેસેન્જરોને હાથથી તૈયાર કરેલા બોર્ડિંગ પાસ આપવા પડ્યા હતા, જેના કારણે પેસેન્જરોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. અનેક પેસેન્જરોને એરપોર્ટ પર પહોંચતાં ફ્લાઇટ કેન્સલ થયાની જાણ કરાઈ હતી, તેમજ બોર્ડિંગ પાસ બન્યા બાદ પણ કેટલીક ફ્લાઇટ રદ થતાં પેસેન્જરો રોષે ભરાયા હતા. આ ઉપરાંત કેટલીક ફ્લાઇટ રિશિડ્યુલ થતાં કલાકો સુધી પેસન્જરોને બેસી રહેવાનો વારો આવ્યો હતો.
આવા સમયે જે મુસાફરોની દિલ્હી અને મુંબઈથી વિદેશની બુક કરાવેલી કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થવાનું જોખમ ઊભું થતાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus