વરસાદરૂપે કુદરત મહેરબાન થતાં ગીરની વનરાઈ સોળેકલાએ ખીલી ઊઠી છે. આ સમયે ગીરમાં આવેલા જમજીર ધોધને જોવો એક લહાવો છે. ગીરના જંગલમાં વરસાદ વરસતાં જમજીરનો ધોધ ઝમાઝમ વહેવા લાગ્યો છે. ધોધમાં હાલ પાણી છલોછલ વહી રહ્યું છે. દરવર્ષે અસંખ્ય પ્રવાસીઓ જમજીર ધોધ જોવા આવે છે.

