યુપીએસસીના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું, 5 વર્ષનો કાર્યકાળ બાકી હતો

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના અધ્યક્ષપદેથી ડો. મનોજ સોનીએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાળ આમ તો હજુ પાંચ વર્ષ બાદ મે 2029માં પૂર્ણ થવાનો હતો, પરંતુ તેમણે સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પૂરતો સમય ફાળવી શકાય તેવા ઉમદા ઉદ્દેશથી આ નિર્ણય લીધો છે. તેમણે રાજીનામું 15 દિવસ પહેલાં જ આપી દીધું હોવાના અહેવાલ છે, પરંતુ હજુ સુધી તેનો સ્વીકાર કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે મનોજભાઇ આણંદ જિલ્લાના મોગરીસ્થિત અનુપમ મિશન સાથે વર્ષોથી ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. નિષ્કામ કર્મયોગી તરીકે આગવી નામના ધરાવતા મનોજભાઇ લાંબા અરસાથી દીક્ષાર્થી તરીકે જીવન જીવી રહ્યા છે અને હવે સંપૂર્ણ સમય સંસ્થાની પ્રવૃત્તિ માટે ફાળવવા ઇચ્છે છે.
ઝળહળતી કારકિર્દી
સોની 28 જૂન 2017એ યુપીએસસીના સભ્ય બન્યા હતા. 16 મે 2023એ અધ્યક્ષ પદના શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 15 મે 2029 સુધીનો હતો. તેઓ 1 ઓગસ્ટ 2009થી 31 જુલાઈ 2015 સુધી ડો. બી.આર. આંબેડકર યુનિવર્સિટી, ગુજરાતના કુલપતિ રહ્યા હતા. એપ્રિલ 2005થી એપ્રિલ 2008 યુપીએસસીના સભ્ય રહ્યા હતા. 16 મે 2023એ અધ્યક્ષ પદના શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ 15 મે 2029 સુધીનો હતો. તેઓ 1 ઓગસ્ટ 2009થી 31 જુલાઈ 2015 સુધી
ડો. બી.આર. આંબેડકર યુનિવર્સિટી, ગુજરાતના કુલપતિ રહ્યા હતા. એપ્રિલ 2005થી એપ્રિલ 2008 સુધી વડોદરા એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ બન્યા હતા. ત્યારે તેઓ દેશના સૌથી નાની ઉમરના કુલપતિ હતા.


comments powered by Disqus