વડાપ્રધાનની તસવીરવાળો હીરો આકર્ષણનું કેન્દ્ર

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

સુરતઃ ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત વિશ્વભરમાં પોલિશ થતા 14 પૈકી 11 હીરા તૈયાર કરે છે, ત્યારે સુરતમાં તાજેતરમાં યોજાયેલા ડાયમંડ એક્ઝિબિશનમાં પ્રદર્શન માટે મુકાયેલો એક હીરો દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ એક્ઝિબિશનમાં એક કંપની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથેનો હીરો દર્શાવવામાં આવ્યો હતોે. એસ.કે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા આ હીરા અંગે કંપનીના મેનેજરે જણાવ્યું કે, આ હીરો શરૂઆતમાં 40 કેરેટનો લેબગ્રોન ડાયમંડ હતો. જો કે આકાર માટે તેને કાપીને પોલિશ કર્યા પછી તેનું કદ ઘટાડીને 8 કેરેટ કરાયું હતું.


comments powered by Disqus