સત્તામાં આવીશું તો અદાણીનો ધારાવી પ્રોજેક્ટ રદ કરીશુંઃ ઉદ્ધવ

Wednesday 24th July 2024 08:32 EDT
 
 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જો વિધાનસભા ચૂંટણીમાં તેઓ સત્તા પર આવશે તો અદાણીને અપાયેલો ધારાવી પ્રોજેક્ટ રદ કરી ફરી ટેન્ડર મગાવાશે.

• સરદાર સરોવર પ્રોજેક્ટને કારણે 230 ગામો ડૂબ્યાંઃ કેન્દ્રઃ સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણને કારણે 230 ગામો ડૂબી ગયાં છે, જેમાં ચાર સંપૂર્ણપણે અને બાકીનાં આંશિક રીતે ડૂબી ગયાં છે તેવું જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું.

•15 ઓગસ્ટે ખેડૂતોની સમગ્ર દેશમાં ટ્રેક્ટર માર્ચઃ ખેડૂત સંગઠનોએ 15 ઑગસ્ટે સમગ્ર દેશમાં ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ જણાવ્યું કે, એમએસપીની ગેરંટી સહિતની અન્ય માગણીના સમર્થનમાં આ યાત્રા યોજાશે.

• 10 હજાર જોડ પગરખાં ચોરનારા 2 ઝડપાયાઃ બેંગલુરુમાં પોલીસે 10 હજાર જોડ બ્રાન્ડેડ પગરખાં ચોરનારા 2 શખ્સની ધરપકડ કરી. આ બંને પગરખાં ઉટી, પુડ્ડચેરી સહિતના પર્યટનસ્થળે સસ્તામાં વેચતા હતા. તપાસમાં રૂ. 10 લાખના પગરખા જપ્ત કરાયાં હતાં.

• ગેરકાયદે ખનન કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડઃ ઈડીએ શનિવારે હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોનીપતથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી છે.

• અરુણાચલ પાસે ચીનના વિશાળ ડેમથી ભારત પર દુષ્કાળ-પૂરનું સંકટઃ અરુણાચલ પ્રદેશની સરહદ નજીક ચીન એક વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જે અંગે સ્થાનિક ભાજપ ધારાસભ્યએ ડેમનું કામ રોકવાની માગ સાથે કહ્યું કે, આનાથી અરુણાચલમાં પૂર-દુષ્કાળનું સંકટ છે.

• હવે યુએઈમાં પણ UPI થી ચુકવણી થશેઃ ભારતીયો હવે યુએઈમાં પણ યુપીઆઇ દ્વારા પેમેન્ટ કરી શકશે. અહીંના અલ માયા સુપર માર્કેટમાં આ સેવા શરૂ કરાઈ છે. યુએઈ સિવાય 8 દેશમાં યુપીઆઇની સુવિધા ઉપલબ્ધ છે.

•ખેડૂત સાથે ભેદભાવ બદલ મોલ સાત દિવસ બંધ કરવા આદેશ: એક ખેડૂતને તેના પહેરવેશને કારણે પ્રવેશતાં રોકનારા મોલ સામે કર્ણાટક સરકારે કડક કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે બંધ કરવાનો આદેશ કર્યો છે.

• ચંડીગઢ એક્સપ્રેસ ખડી પડી, 4નાં મોતઃ ઉત્તરપ્રદેશના ગોંડા-મનકાપુર વચ્ચે ગુરુવારે ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસના 14 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 4 પ્રવાસીનાં મોત થયા હતા અને 25 ઈજાગ્રસ્ત થયા હતા.

• અતીકની રૂ. 50 કરોડની સંપત્તિ કબજે લેવાઈઃ ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદની રૂ. 50 કરોડની સંપત્તિનો કબજો લીધો છે, જેને કથિત રીતે ગુનાઇત પ્રવૃત્તિનાં નાણાંથી ખરીદવામાં આવી હતી.


comments powered by Disqus