નવી દિલ્હીઃ ભાજપ અને આરએસએસએ સરકાર કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની પરવાનગી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
બીજી તરફ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી છે અને આરોપ મૂક્યો છે કે તે એક વિચારધારાની આસપાસ કર્મચારીઓનું રાજકીયકરણ કરી રહી છે.એક નિવેદનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ જણાવ્યું છે કે પ્રતિબંધ દૂર કરવાના નિર્ણયથી દેશની લોકશાહી સિસ્ટમ મજબૂત થશે. તેણે કોંગ્રેસ સહિતની પૂર્વ સરકારો પર આરોપ મૂક્યો છે કે પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માટે તેમણે હિંદુત્વ સંગઠનોને નિશાન બનાવ્યા હતાં.
1966માં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સરકારી કર્મચારીઓ પર આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

