અમદાવાદમાં ગજવેશમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

આગામી 7 જુલાઈએ અમદાવાદના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે. જેઠ સુદ પૂનમ 22 જૂને ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતેગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડાં, બેન્ડવાજાં સાથે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે જળયાત્રા પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી યાત્રા નિજમંદિરે પહોંચી હતી. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં ભગવાનને ગજવેશ ધારણ કરાવી મહાઆરતી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિર ‘જય રણછોડ માખણચોર’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. 


comments powered by Disqus