ભુજઃ ભારતીય સરહદની વાડ ટપીને પાકિસ્તાન તરફથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરનારા અફઝલ નામના 30 વર્ષીય ઘૂસણખોરને સીમા સુરક્ષા દળના જવાનોએ સરહદ પરના પિલર નંબર 1125 પાસેથી ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર પાસેથી હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. અફઝલ પકડાયો ત્યાંથી પાકિસ્તાનનું અલીબંદર માત્ર 18 કિ.મી.ના અંતરે છે.
કચ્છની ખાવડા બોર્ડર નજીક વીઘાકોટ પાસેથી વહેલી સવારે ફેન્સિંગને ક્રોસ કરી ભારતની સરહદમાં પ્રવેશ કરી રહેલા પાક ઘૂસણખોરને ઝડપી પડાયો હતો. ઘૂસણખોર અફઝલ પાકિસ્તાનના શિયાળકોટનો વતની હોવાનું જાણવા મળે છે, જેને આગળની તપાસ માટે નરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

