ખીરસરાના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ સાધુ ભાગ્યા, વિદ્યાર્થીઓ રઝળ્યા

Wednesday 26th June 2024 05:59 EDT
 
 

રાજકોટઃ ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામમાં સ્વામિનારાયણ છાત્રાલયના બે સાધુઓ તેમજ એક મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ - ગર્ભપાત અને અન્ય બાબતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ બંને સ્વામી તેમજ મુખ્ય સેવક પોલીસ પકડે તે પહેલા જ પોલીસની ઢીલી નીતિના કારણે ભાગી છૂટવામાં અને ભૂગર્ભમાં ઉતરી જવામાં સફળ રહ્યા છે. હાલ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. કારણ કે વાલીઓએ હોસ્ટેલમાં રહેતા તેમના બાળકો માટે હજારો રૂપિયાની ફી ભરી દીધી છે અને હાલ હોસ્ટેલ બંધ છે અને શૈક્ષણિક કાર્ય પણ બંધ હોવાનું સામે આવ્યું છે. વાલીઓને વિદ્યાર્થીઓને તેડી જવા માટે જાણ કર્યા બાદ વાલીઓ અહીં તેડવા માટે આવી રહ્યા છે. વાલીઓ અહીંથી બાળકનું એડમિશન પરત લઈ જવા માટે આવ્યા હતા. પ્રથમ ધક્કા ખવડાવવામાં આવતા હતા. બાદમાં લિવિંગ સર્ટિ આપવામાં આવી રહ્યા છે. પરંતુ વસૂલ કરેલી ફી અંગે કોઈપણ પ્રકારનો જવાબ નહીં મળતા વાલીઓમાં રોષ ફેલાયો છે.


comments powered by Disqus