ગુજરાતની ચાર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

નવી દિલ્હીઃ લોકપાલની સમયસર નિયુક્તિ કરવામાં ન આવતા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને (UGC) દેશની 157 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે. જેમાં ગુજરાતની 4 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી અને સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી દ્વારા  ઓમ્બુડ્સમેનની સમયસર નિયુક્તિ કરવામાં ન આવતા યુજીસી દ્વારા આ પગલાં ભરવામાં આવ્યાં છે.


comments powered by Disqus