જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

જામનગરઃ જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા યુવાન જસ્મિન પટેલે ખરીદેલા બાલાજી વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળતા મનપાની ફૂડ શાખાને જાણ કરાઈ હતી. જેમણે તપાસ હાથ ધરી અન્ય વફેરના સેમ્પલ લીધાં હતા.
જસ્મિને બાલાજી કંપનીની વેફરનું પેકેટ ખરીદ્યું હતું, જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતાં તેમાંથી એક મૃત દેડકો મળી આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી. બીજા દિવસે સવારે જસ્મિનભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને ફૂડ શાખા દોડતી થઈ હતી. જે વેફરનું પેકેટ ખોલીને નિરીક્ષણ કર્યા પછી તેના તેમજ અન્ય વેફરનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે.
આ સેમ્પલને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અશ્વિન પટેલ દ્વારા રાત્રે વેફરનું પેકેટ ખરીદાયું હતું અને અડધું તોડ્યું હતું. ત્યારબાદ તેના પુત્રએ બીજા દિવસે સવારે વેફરનું પેકેટ ખોલીને ખાવા જતાં તેમાંથી મૃત દેડકો દેખાયો હોવાની ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus