તાપી અને સમુદ્રના સંગમસ્થાને ઉદ્યોગપતિઓ દ્વારા દબાણથી સુરતમાં પૂરનું ઝળુંબતું જોખમ

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

સુરતઃ તાપી નદીમાં સમયાંતરે પૂર આવતું હોય છે, જેના કારણે સરકાર દ્વારા તાપી નદીની આસપાસના વસવાટ પર ખાસ નજર રખાય છે. વિવિધ યોજનાઓ થકી પાળા બનાવીને પૂરનું પાણી શહેરમાં ન આવી જાય અને તારાજી ન સર્જાય એ માટે ખાસ આયોજન કરવામાં આવે છે, પરંતુ ઉદ્યોગપતિઓએ તાપી અને સમુદ્રના સંગમસ્થળ પર જ ડ્રેજિંગ કરીને પુરાણ કરી દીધું છે.
ગેરકાયદે તાપી નદીનું પુરાણ
ઉકાઈ ડેમથી અઢીથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું, ત્યારે સુરત શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતું હતું. જો કે હવે પાણીની વહનશક્તિ વધી છે, પરંતુ તાપી અને સમુદ્રના સંગમસ્થાન પર કેટલાક વિસ્તારમાં પુરાણ કરી દેવાયું છે, જેથી પૂરનું સંકટ ઊભું થયું છે. અહીં અંગત હિતને ધ્યાનમાં રાખીને ઉદ્યોગપતિઓએ 4 કિલોમીટર લાંબી દીવાલ પણ બનાવી દીધી છે, જેથી વહેણ પર સીધી અસર થઈ રહી છે.
પ્રાંત ઓફિસરને તપાસ સોંપાઈ
રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન મુજબ આ વિસ્તાર “હેઝાર્ડ લાઇન”માં આવે છે, છતાં આ વિસ્તારમાં નીતિ-નિયમો વિરુદ્ધ બાંધકામ, પુરાણ અને દબાણ કરાયું છે. આ અંગે સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે જવાબદારોસામે પગલાં લેવા કલેક્ટર ડો.સૌરભ પારધીએ પ્રાંત ઓફિસરને તપાસ સોંપી છે.


comments powered by Disqus