રાજ્યમાં ચોમાસું વિધિવત્ બેસી જતાં ઋતુ અનુસાર અરબી સમુદ્રનાં પાણીમાં ભારે વરસાદી પવન અને ધ્રાબડિયા વાતાવરણમાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના દરિયાકિનારે 15થી 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. જો કે દરિયાઈ પાણીનાં આવાં વિશાળકાય મોજાં ઊછળતાં હોવા છતાં પણ સહેલાણીઓ ગોમતીઘાટ પર નહાતા જોવા મળ્યા હતા.

