ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી વહીવટના ઈતિહાસમાં પ્રથમ વખત સુપર ક્લાસ વન ઇજનેરી કેડરમાં પ્રિમેચ્યોર રિટાયર્મેન્ટનો આદેશ થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ- SSNL, આલેખન વર્તુળના અધિક્ષક ઈજનેર- SE જે.જે.પંડ્યાને ભ્રષ્ટાચાર, ફરજ પ્રત્યે બેદરકારીના કારણે વયનિવૃત્તિ પહેલાં જ રિટાયર્મેન્ટ આપવાનો નિર્ણય થયો છે. ઓક્ટોબર- 2026માં 58 વર્ષ પૂર્ણ કરનારા પંડ્યાને અઢી વર્ષ પહેલાં જ ઘરભેગા કરી દેવાયા છે.

