21 જૂને વિશ્વ યોગદિવસે પ્રધાનમંત્રી મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે દસમા વિશ્વ યોગદિવસ નિમિત્તે પહોંચ્યા હતા, જ્યાં તેમણે યોગા કરી વિશ્્વને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. યોગ બાદ પ્રધાનમંત્રી મોદીએ મંચ પરથી લોકોને સંબોધન કર્યું હતું, જે બાદ સ્થાનિકોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ હળવા મૂડમાં સ્થાનિકો સાથે સેલ્ફી પણ લીધી હતી. આ વર્ષના યોગદિવસની ઉજવણીની થીમ “સ્વ અને સમાજ માટે યોગ” રાખવામાં આવી હતી, જે સામુદાયિક સ્વાસ્થ્ય પર યોગની અસર પર ભાર મૂકે છે.

