વડોદરાઃ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે રવિવારે 130 મીટર લંબાઈનો બીજો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ મુકાયો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર માત્ર 24 કલાકમાં આ બ્રિજ મુકાયો છે. 18 મીટર ઊંચાઈ અને 14.9 મીટર પહોળાઈનો 3,000 એમટી આ બ્રિજને મહારાષ્ટ્રના વર્ધાના વર્કશોપમાં તૈયાર કરાયો છે. આ બ્રિજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો સૌથી લાંબો બ્રિજ છે. બ્રિજ ફેબ્રિકેશનમાં લગભગ 1,24,246 નંગ ટોર-શીયર ટાઇપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સનો C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક સ્ફેરિકલ બેરિંગ્સ સાથે ઉપયોગ થયો છે. જે 100 વર્ષ સુધી અડીખમ રહી શકે છે.

