મહેસાણાની ‘વર્લ્ડ મિસ યોગિની’ પૂજાનો વિશ્વભરમાં ડંકો

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

મહેસાણાઃ વિશ્વ યોગદિવસ નિમિત્તે એક પિતાના પ્રોત્સાહન અને દીકરીના સંઘર્ષની કહાની પણ સામે આવી, જે દીકરીને ‘વર્લ્ડ મિસ યોગિની’નો ખિતાબ મળ્યો છે. એક એવી દીકરી પૂજા પટેલ જેણે પિતાની મદદથી 9 વર્ષની ઉંમરમાં ટીવી જોઈને યોગ શીખ્યા અને અત્યાર સુધીમાં 6 ગોલ્ડ સહિત 134 મેડલ, 148 ટ્રોફી અને 250થી વધુ સર્ટિફિકેટ મેળવીને વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.
બેચરાજીના અંબાલામાં જન્મેલી ખેડૂતપુત્રી પૂજા પટેલે અનેક પડકારોનો સામનો કરીને ‘વર્લ્ડ મિસ યોગિની’નું ટાઇટલ જીત્યું છે. પૂજાએ જણાવ્યું કે, 9 વર્ષની ઉંમરથી હું યોગા સાથે જોડાયેલી છું. યોગ કરવાની પ્રેરણા મને મારા પિતાએ આપી છે.
પૂજાએ જણાવ્યું કે, 12 વર્ષ દરમિયાન અનેક મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવ્યાં છે. જેમાં તાલુકાસ્તરે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારે મારા પિતાને લાગ્યું કે, હું સ્પોર્ટમાં પોતાનું કરિયર બનાવી શકું છું, જેથી મારા પિતાએ મને વધારે પ્રેક્ટિસ કરાવી હતી.


comments powered by Disqus