મુખ્યમંત્રીની ખેડા મુલાકાત બાદ 80 નાયબ મામલતદારની બદલી

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

ખેડાઃ મુખ્યમંત્રીએ તાજેતરમાં ખેડા ખાતેના તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારબાદ કલેક્ટરની મહુધાની મુલાકાતમાં કેટલીક ક્ષતિ બહાર આવી હતી. ત્યારબાદ બદલીના હુકમો જાહેર થતાં જ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓમાં કહીં ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના 10 તાલુકાથી નાયબ મામલતદાર સહિત 80 કર્મચારીની આંતરિક બદલીના હુકમો જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અંગે આકરું વલણ દાખવાયું છે અને ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓને દંડવાનું શરૂ કર્યું છે.


comments powered by Disqus