પ્રાચીઃ જૂનાગઢ બેઠકનાના નવનિયુક્ત સાંસદ રાજેશ ચૂડાસમાએ સત્તામાં આવતાં જ વિરોધીઓને ચીમકી આપતાં કહ્યું છે કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે, પરંતુ હું તેમને છોડવાનો નથી. પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રાજેશ ચૂડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું
રાજેશ દેવાણીએ હુમલાની આશંકા વ્યક્ત કરી
રાજેશ ચૂડાસમાની ચેતવણી બાદ ભાજપના જિલ્લા કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ પોતાના પર અને પરિવાર પર હુમલાની દહેશત વ્યક્ત કરી છે, જે અંગે તેમના દ્વારા પોલીસ વડાને લેખિત ફરિયાદ પણ કરી છે. જેમાં જણાવાયું છે કે, ‘જો મારા પર કોઈ હુમલો થશે તો તેની જવાબદારી સાંસદની રહેશે. એકાદ વર્ષ પહેલાં વેરાવળના ડો. અતુલ ચગે સ્યૂસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી, જેમાં તેમણે રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે મેં જે કોઈ ચમરબંધી હોય તેને ન છોડવા અપીલ કરી હતી.’

