વિશ્વ યોગદિવસઃ જામનગરનો દોઢ વર્ષનો પર્વ વિવિધ યોગમાં પારંગત

Wednesday 26th June 2024 05:59 EDT
 
 

જામનગરનો દોઢ વર્ષનો પર્વ સચિન સિસાગિયા વિવિધ યોગાસનમાં પારંગત થઈ રહ્યો છે. પર્વની માતા ધરતી સિસાગિયાએ જણાવ્યું કે, હું એક પ્રોફેશનલ યોગા ટ્રેનર છું. નિત્યક્રમ મુજબ યોગાસન કરતી હતી તે દરમિયાન પર્વ પણ આવીને બેસી જતો અને મારું અનુકરણ કરવા લાગ્યો હતો. તેથી મેં તેને કેટલાંક આસન શીખવાડ્યાં, હવે તે તાડ પર્વત આસન, પ્રાણાયામ, કપાલ ભારતી, ઓમકાર પણ કરે છે. 


comments powered by Disqus