સુવર્ણમંદિરમાં યોગ કરનારી વડોદરાની યુવતી સામે ફરિયાદ

Wednesday 26th June 2024 07:00 EDT
 
 

વડોદરાઃ વિશ્વભરમાં 21 જૂને આંતરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી. તેવામાં વડોદરાની ફેશન ડિઝાઇનરે અમૃતસર ખાતે યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સુવર્ણમંદિર પરિસરમાં પોતાના પ્રવાસ દરમિયાન યોગનાં આસન કર્યાં હતાં. જેમાં શિર્ષાસન અને પદ્માસન કરતી તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરતાં ભારે વિવાદ સર્જાયો હતો.
અમૃતસરમાં શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ આ મામલે યુવતીની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ કેટલાક લોકો દ્વારા તેને સોશિયલ મીડિયા પર ધમકી આપવાની શરૂ થઈ હતી, જેથી ગભરાયેલી યુવતીએ માફી માગતો વીડિયો પણ મૂક્યો હતો.


comments powered by Disqus