લંડનઃ નેધરલેન્ડમાં આયોજિત યુરોપિયન ગર્લ્સ ઓલિમ્પિયાડ ઇન ઇન્ફર્મેટિક્સમાં ટીમ ઇન્ડિયા માટે લંડનની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ રજત ચંદ્રક હાંસલ કર્યો છે. ભારતીય ટીમે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બે કાંસ્ય પદક અને એક ઓનરેબલ મેન્શન પ્રાપ્ત કર્યાં હતાં.
ડલવિચમાં એલિન્સ સ્કૂલની વિદ્યાર્થિની અનાયા ગોયલ સામે સ્પર્ધામાં લગભગ 50 દેશના ટોચના કોડર્સ મેદાનમાં હતાં. કોમ્પ્યુટર સાયન્સમાં રસ ધરાવતી યુવતીઓ માટે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરાય છે., અનાયાએ ટીમ સમક્ષ રજૂ કરાયેલા સંખ્યાબંધ કોયડાના અદ્વિતિય ઉકેલ મેળવવવામાં તેના પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડસેટનો ઉપયોગ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મને ભારત માટે પદક જીતીને ઘણું ગૌરવ થયું છે.

